હાર્દિક પટેલના રામ મંદિરના નિવેદન પર આઈ. કે. જાડેજાએ આપી પ્રતિક્રિયા
મોરબી : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના રામ મંદિર પરના નિવેદન પર આઈ. કે. જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. મોરબીના જૂના ધાટીલા ગામ ખાતે હાર્દિક પટેલે જાહેર સભાનું સંબોધન કર્યું હતું. ત્યારે રામ મંદિર મુદ્દે ટીપ્પણી કરી હતી. જે મામલ ભાજપ અગ્રણી આઈ. કે. જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી કે, હાર્દિકે લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. આ નિંદનીય નિવેદન છે.