માલધારી આંદોલન મામલો: માગ નહી સ્વીકારાઇ તો સમાજના કાર્યકરો ભાજપમાંથી આપશે રાજીનામુ
જૂનાગઢ: માલધારી સમાજના એક વ્યક્તિ તેમની બે પુત્રોને સરકારમાં નોકરી નહીં મળવાને કારણે આઘાતમાં સરી જઈને સરકારી કચેરીમાં આપઘાત કર્યો હતો. તે મામલો ગુચવાઈ રહ્યો છે. જેના પગલે સમાજે આજે સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે, સરકાર માગોને નહીં સ્વીકારે તો સમાજના દરેક કાર્યકરો ભાજપમાંથી રાજીનામું આપીને સરકાર વિરુદ્ધ તેમનો મત પ્રગટ કરશે.