ખેડાના સંતરામ મંદિર તેમજ ભાથીજી મંદિર ફાગવેલ દ્વારા પવિત્ર માટી અયોધ્યા મોકલાઇ
ખેડા : અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ કાર્યનું આયોજન ઝડપભેર આગળ વધી રહ્યું છે, ત્યારે આખા ભારતમાંથી પવિત્ર નદીઓનું જળ અને પવિત્ર દેવસ્થાનની માટી અલગ અલગ રાજ્યના પવિત્ર સ્થાનોમાંથી એકત્રિત કરવાનું કાર્ય થઈ રહ્યું છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના નડીયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર તેમજ ફાગવેલના ભાથીજી મહારાજ મંદિર ખાતેથી પવિત્ર માટી આયોધ્યા મોકલવામાં આવી હતી. આ તકે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર માટી અને જળનું પૂજન કરવામાં આવ્યું હતું. જે માટી અને જળ કળશ વિશ્વહિન્દુ પરિષદના કાર્યક્રરોને સુપ્રદ કરવામાં આવ્યા હતા.