ભારે વરસાદથી હિરણ 2 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
ગીરસોમનાથ: જિલ્લાની જીવાદોરી સમા ગણાતો ગીરનો હિરણ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનું એક દરવાજો 0.05 મીટર ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ પાણીથી 23 ગામોના ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડે છે. તાલાલા સુત્રાપાડા અને વેરાવળના લોકોમાં ખુશખુશાલ થઇ ગયા છે. ગીર વિસ્તાર અને દરિયા કિનારાના તાલુકાઓના ખેડૂતોને પીવા અને સિંચાયનું પાણી પૂરું પાડતો હિરણ 2 ડેમ આ વર્ષે સરેરાશ વરસાદની કમી છતાં આખરે ઓવરફલો થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. દરિયાકાંઠે ખેડૂતો જે હિરણ ડેમના પાણી ઉપર નભતી ખેતી કરતા હોય તેમના જીવમાં જીવ આવ્યો છે. તાલાલા, વેરાવળ, સુત્રાપાડા તાલુકાના આશરે 23 થી વધુ ગામોને હિરણ 2 ડેમ પાણી પૂરું પાડે છે. આ ત્રણે તાલુકાના લાખો લોકોને પીવાનું પાણી પણ હિરણ ડેમ પૂરું પાડી રહ્યો છે. ગીર સોમનાથમાં વર્તમાન ચોમાસુ નબળું રહેતા હિરણ 2 ડેમ સહિતના ડેમો અધુરા હતા. છેલ્લા એક અઠવાડિયાથી ગીર પંથકમાં ધીમીંધારે અને ઝાપટા સવરૂપે પડી રહેલા વરસાદના કારણે હિરણ 2 ડેમ છલકાયો છે. હિરણ 2 ડેમના 7 દરવાજા પૈકી એક દરવાજો 0.05 મીટર ખોલવાની ફરજ પડી છે. જો વધુ વરસાદ પડે અને પાણી ની આવક વધે તો આ દરવાજા વધુ ખોલવા પડે તેવી શક્યતા છે. જેના કારણે 15 જેટલા નીચાણ વાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.