ગુજરાત

gujarat

ETV Bharat / videos

હિંમતનગરના પ્રાંતિજ પાસે ઇકો કારમાં આગ, કોઇ જાનહાનિ નહીં - કાર અકસ્માત ન્યુઝ સાબરકાંઠા

By

Published : Oct 29, 2019, 3:16 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર પ્રાંતિજ પાસે અચાનક ઇકો કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. જેના પગલે પ્રાંતિજ ફાયર ફાઈટર દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓ સહી સલામત ઉતરી ગયા હતા. જેના પગલે જાનહાનિ ટળી હતી. સામાન્ય રીતે છેલ્લા કેટલાક સમયથી આ રોડ ઉપર અકસ્માત તેમજ આગ લાગવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જોકે આ મુદ્દે વહીવટીતંત્ર આગામી સમયમાં વિચારણા કરી પગલાં લે તો આવી ઘટનાઓ બનતી અટકી શકે તેમ છે, તો સરકાર આ મુદ્દે ગંભીર ક્યારે બનશે એ તો સમય આવે ત્યારે જાણી શકાશે.

ABOUT THE AUTHOR

...view details