વડોદરામાં કોરોના વાઇરસ અંગે સર્કીટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય મિટિંગ યોજાઈ
વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શહેરમાં આ વાઇરસથી અત્યાર સુધીમાં 247 લોકો પોઝિટિવ થયા છે અને 14 લોકોને ભરખી ગયો છે. ત્યારે કોરોનાના આ કહેર વચ્ચે વડોદરા શહેરની સમીક્ષા કરી તાગ મેળવવા રાવપુરા વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાય અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે બેઠક યોજી વિસ્તૃત માહિતી મેળવી આગોતરા આયોજનની રણનીતી તૈયાર કરી હતી. ત્યાર બાદ વડોદરા શહેરના પ્રભારી તરીકે નિયુક્ત થયેલા અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સાથે વિશેષ બેઠક યોજી આગામી દિવસોની રણનીતી અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત જીવ જોખમમાં મુકી ફરજ બજાવનાર પોલીસકર્મી, મીડીયા કર્મી, મેડીકલ સ્ટાફ અને કલેક્ટર તેમજ શાળમાં ફરજ બજાવતા કર્મચારીઓને 1500 જેટલા ફેશ શિલ્ડ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.