અરવલ્લીમાં ભારે વરસાદના પગલે જળાશાયોમાંથી પાણી છોડાયું
અરવલ્લીઃ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસવાથી અરવલ્લીના મેશ્વો, વયડી અને માઝૂમ જળાશયો પૂર્ણ સપાટી સુધી ભરાઇ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે માઝૂમ જળાશયમાં નવા નીરની આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમનો પાંચ નંબરનો દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. હાલ માઝૂમ જળાશયની સપાટી 156.74 છે. જળાશયમાંથી પાણી છોડાતા નીચાણવાળા 12 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.