ગીરસોમનાથમાં ભારે ઝાકળના કારણે ઘઉં, ધાણા અને જીરાના બજારભાવ નીચા જવાની ભીતી
ગીરસોમનાથ : જિલ્લાના ખેડૂતો ઉપર જાણે ઈશ્વર હજુ સુધી કોપાયમાન હોય તેમ મગફળીના પાકનો માર સહન કરીને ઉભા થતા ખેડૂતો ઉપર પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જે ઘઉં, ધાણાના પાકથી નફો મેળવી ગત સીઝનની નુકશાની સરભર કરવા માંગતા ખેડૂતોના ઉભા મોલ ઉપર ઝાકળના કારણે ભયની તલવાર લટકી રહી છે. ઘઉંના દાણા ભીનાશના કારણે પાતળા પડી જવાની તેમજ ધાણા અને જીરામાં કાળાશ બેસી જાય તો બજાર ભાવ નીચા મળવાની ખેડૂતોમાં ચિંતા છે, ત્યારે ગત 2 સીઝનથી વાતાવરણ પરિવર્તનનો ભોગ બનેલા ધરતીપુત્રો સરકાર સામે મદદનો હાથ લંબાવી રહ્યા છે.