માંગરોળના ઘેડ પંથકમાં પાણી-પાણી, બે ગામ સંપર્ક વિહોણા - rain in junagdh
જૂનાગઢઃ માંગરોળ તાલુકાના ઓસાઘેડ શરમા સામરડા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. ભારે વરસાદને કારણે ઓજત અને ભાદર નદીના પાણી માંગરોળના ઘેડ પંથકને પાકનું ધોવાણ થયુ છે. સાથે સાથે જમીનનું પણ ધોવાણ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જે આઠ આઠ દિવસથી સંપર્ક વિહોણા થયા બાદ ગામના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, સામરડા ગામની તમામ જમીનો પાક સાથે ધોવાણ થતાં ખેડૂતો લાચાર બની ચુક્યા છે. જ્યારે નવલખા ડેમની પાસે છ સાત લોકો ફસાયા હતાં. જેને બચાવી લેવા એન ડી.આર.એફ.ની ટીમ આવી પહોંચી હતી અને ફસાયેલા લોકોને બચાવાયા હતાં.