વડોદરામાં ભારે વરસાદને કારણે રાજમાર્ગો પર ચારે તરફ નદીઓ વહી રહી છે - રેસ્કયુ
વડોદરાઃ શહેરમાં ભારે વરસાદને કારણે રાજમાર્ગો પર ચારે તરફ નદીઓ વહી રહી છે, જેને લઈને અકોટાથી દાંડીયા બજારના રાજમાર્ગો પર વાહન ચાલકોના વાહન બંધ થઈ જતા અટવાઈ પડયા હતા. વડોદરા શહેર પોલીસ અને NDRFની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રેસ્કયુ કરી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પણ ભયજનક સપાટી વટાવી 34.50ની સપાટીએ વહી રહી છે. ત્યારે વડોદરાવાસીઓ રોજીંદા જીવન જરૂરીયાતની સામગ્રી માટે પણ હેરાન થઈ રહ્યા છે.