મોરબી તાલુકાના આમરણા ગામમાં 16 ઇંચ વરસાદ, લોકો મુશ્કેલીમાં મુકાયા - ધોધમાર વરસાદ
મોરબી: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. મોરબી તાલુકામાં આમરણા ગામમાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આમરાણા ગામમાં અવરજવર બંધ હતી. બજારો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. મોરબીના TDO પી.એ. ગોહિલે કહ્યું કે, વહીવટી તંત્ર નુકસાનીનો સર્વ કરાવશે.