રાજકોટઃ જેતપુર, વીરપુર અને પીઠડીયામાં ભારે વરસાદ
રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. શનિવાર સવારથી જ વાદળ છાયા વાતાવરણ રહ્યા બાદ બપોરના સુમારે જેતપુર, કાગવડ, પીઠડીયા અને વીરપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થયા હતા. કોરોના મહામારી વચ્ચે પણ લોકોએ વરસાદમાં નાહવાની મજા માણી હતી. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.