અગ્નિકાંડ: હાર્દિક પર ટપલી દાવનો પ્રયાસ, મેયરના રાજીનામાની કરી માગ - congress
સુરતઃ સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં 22 બાળકોના મોત નિપજ્યા હતા. જે બાદ લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. તક્ષશિલા આર્કેડ સામે ઘરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલિકા, ફાયર વિભાગ, જીઈબી પર આક્ષેપો કર્યા હતા. સુરતના મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ પણ કરી હતી. અગાઉ હાર્દિક પટેલ ટ્વીટ કરીને ભાજપ અને સુરત મનપા પર પ્રહાર કર્યા હતા. હાર્દિકની સુરતમાં ઘટના સ્થળે મુલાકાત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણો વિરોધ થયો હતો. સુરત સરથાણા પોલીસે ચંદ્રેશ કાકડીયા સહિતના પાસ કાર્યકરોની હાર્દિક પર હુમલાના પ્રયાસ અને ટપલી દાવ કરવા મામલે અટકાયત કરી છે. ચંદ્રેશ કાકડીયાએ અમદાવાદના અલ્પેશ કથીરિયાના સમર્થનમાં નારા લગાવ્યા હતા.
Last Updated : May 26, 2019, 4:19 PM IST