'મહા' વાવાઝોડાને પગલે હળવદ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ 2 દિવસ બંધ રહેશે - morbi market yard
મોરબીઃ મહા વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને પવનની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે વરસાદી માહોલમાં નુકસાન ન થાય તે હેતુથી તારીખ 6 અને 7 એમ બે દિવસ હળવદ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. આ નિર્ણય મહા વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યામાં રાખીને લેવાયો છે.