ગુરુપૂર્ણિમાઃ નવસારીથી પુરૂષોત્તમ ચરણ સ્વામીએ આપ્યો ગુરુમંત્ર, જુઓ વીડિયો
નવસારી: અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. ભગવાન વ્યાસજીને આદિ ગુરુ માનવામાં આવે છે અને વ્યાસજીએ જ્ઞાનને ગ્રંથસ્થ કરીને આપણા સુધી પહોંચાડ્યું છે. આ લોકમાં ગુરુ વિના કોઈપણ વસ્તુ શીખવી શક્ય નથી. જેથી ગુરુનો સત્તપુરૂષનો સાથ મળે તો આધ્યાત્મિક માર્ગ પણ સુલભ થઈ જાય છે. જેથી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ પ્રથમ છે. ગુરુ પરંપરાથી સંપ્રદાય બન્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુઓના આશીર્વાદથી લાખો લોકોને સન્માર્ગે એમનું આલોક અને પરલોક સુધારી રહ્યાં છે. ગુરુપૂર્ણિમાના પાવન દિને સર્વે ગુરુઓને પ્રાર્થના કરીએ કે એમના આશિર્વાદથી કોરોના મહામારીમાંથી મુક્તિ મળે. સાથે જ આધ્યાત્મિક માર્ગે ચાલી સૌ સુખી થાય તેમજ તેમના જીવનને ઉન્નત કરે એવી ગુરુ ચરણોમાં પ્રાર્થના.