ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું જોખમ, 6-7 નવેમ્બર સુધીની આગાહી - Arabian Sea
અમદાવાદ: ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન 'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. મળતી માહિતી મુજબ 6 તારીખે સવારે 60થી 70 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 7 તારીખે 70 થી 80 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 6 થી 7 નવેમ્બર સુધીમાં તે ગુજરાત કિનારે ટકરાઈ શકે છે. જ્યારે આ દિવસો દરમિયાન છૂટો છવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં વ્યાપક અસર દેખાઈ શકે છે. જો કે, આ વાવાઝોડું આવનારા દિવસોમાં ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે અને કદાચ તેની તિવ્રતા, દિશા અને ગતિમાં પણ ફેરફાર થઈ શકે છે.
Last Updated : Nov 1, 2019, 11:02 PM IST