વડોદરાની સયાજી હોસ્પિટલ માટે રાજ્ય સરકારે 180 કરોડ ફાળવ્યા, મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલનું થશે નિર્માણ
વડોદરાઃ ગુજરાત સરકારના બુધવારના રોજ રજૂ થયેલા બજેટમાં નાણાં પ્રધાન નીતિન પટેલે વડોદરા સયાજી હોસ્પિટલમાં મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ માટે રૂપિયા 180 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. આ હોસ્પિટલમાં કુપોષીત બાળકો માટે ખાસ NRC વિભાગ તૈયાર થશે. શહેરની સયાજી હોસ્પિટલમાં પહેલાં હોસ્પિટલમાં 4000 ડિલીવરી થતી હતી. હવે 8000 ડિલીવરી થાય છે. આથી ભવિષ્યને ધ્યાનમાં લઇ મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલની તાતી જરૂરીયાત હતી. અમો દ્વારા સરકારમાં મેટરનીટી હોસ્પિટલ બનાવવા માટે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને સરકારે ધ્યાનમાં લઇ રૂપિયા 180 કરોડ મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ માટે મંજૂર કર્યાં છે.