સરકાર બોન્ડ વસૂલવા બાબતે અસક્ષમઃ કોંગ્રેસ ધારાસભ્ય - કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરિયા
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્યએ કરેલી આરોગ્યની રજૂઆત મુદ્દે નિવેદન આપ્યું હતું. ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ જણાવ્યું હતું કે, ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે, આરોગ્ય પ્રધાનનો જવાબ ઉડાઉ હતો. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારને આવા જવાબ આપ્યા છે. એમ કહી જવાબ આપ્યો નહતો. અમે રિકવરી કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. 4 કરોડ જેટલી બોન્ડની વસુલાત કરવાની બાકી છે અને આ નિંદનીય બાબત છે કે, સરકાર બોન્ડની વસૂલાત કરી શકતી નથી.