રાજકોટના ગોંડલમાં બે જુથ વચ્ચે અથડામણ, 1 વ્યક્તિનું મોત, 38 લોકો સામે ફરિયાદ
રાજકોટઃ ગુરૂવારની મોડી રાત્રે ગોંડલના વોરા કોટડા રોડ પર બે જૂથો વચ્ચે જૂથ અથમાણ થઇ હતી. જેમાં મુસ્લિમ પ્રૌઢની હત્યા કરવામાં આવી હતી. જ્યારે 4 વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. મુસ્લિમ અને ભરવાડ જૂથના ટોળા વચ્ચે હથિયારો અને પથ્થરમારા સાથે થયેલી મારામારી બાદ પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને જૂથો વચ્ચે પરિસ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલાં જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો બંને જૂથો વચ્ચેની મારામારીમાં ઈલ્યાસ નુરમામદ સવાણ નામના વ્યક્તિને માથામાં ગંભીર ઈજા થતાં રાજકોટ સારવાર અર્થે ખસેડેલ જે દરમિયાન મોત નિપજ્યું હતું. તો બીજી તરફ આ બનાવમાં બંને જૂથના 4 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. જેને લઈને પોલીસે 38 વ્યક્તિઓ સામે હત્યા અને હત્યાનો પ્રયત્ન, રાયોટીંગ સહિતની અનેક કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ છે.