વલસાડમાં ગાંધી આશ્રમના વિધાર્થીનું સારવાર દરમિયાન મોત, પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર - latest news in valsad
વલસાડઃ જિલ્લાના કાપરડાના મોટાપોઢા ખાતે આવેલા ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો પાસે મજૂરી કામ કરાવતા હતા અને લાકડાના 18 ફૂટ લાંબા દંડા ઊંચકાવીને ટેમ્પોમાં ભરાવતી વખતે જગદીશ નામના વિધાર્થીને ખભેથી લાકડાનો દાંડો સરકી પડતા છાતી અને પગના ભાગે થયેલી ઇજા બાદ તબિયત લથડી હતી. બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ પરિજનોએ તેમના બાળકનો મૃતદેહ લેવા ઇનકાર કર્યો અને તપાસની માંગ કરી હતી. હાલ બંને પક્ષે સમાધાન કરાવવા માટે રાજકીય વર્તુળ સક્રિય બન્યું છે. હાલ આશ્રમમાં 200 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમને ખેતીના પ્રશિક્ષણના નામે માત્ર મજૂરી કામ કરવવામાં આવતું હોવાનું સ્થાનિકો પણ જણાવી રહ્યા છે.