પાટણ શહેર ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું
પાટણઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રામનગર ખાતે શાળામાં વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરી સફાઈ કરવામાં આવી હતી.