પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્રારા મધદરિયે કરાયું ધ્વજવંદન - Porbandar Republic Day 2020
પોરબંદરઃ શહેરમાં શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા મધદરિયે ધ્વજવંદન કરાયું હતું. કડકડતી ઠંડીમાં મોટી સંખ્યામાં તરવૈયાઓ જોડાયા હતા. જેમાં બહેનો, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગ દ્વારા પણ મધદરિયે ઉત્સાહભેર ધ્વજવંદન કરાયું હતું. દર વર્ષે રાષ્ટ્રિય લોકો ભાવના જાગૃત કરવા માટે આ અનોખી રીતે છેલ્લા 20 વર્ષથી 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રિય પર્વ દરમિયાન મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે.