ગૌતમેશ્વર તળાવમાં માછલીઓના મોત
ભાવનગર : સિહોરની ગૌતમી નદીમાં આવેલા નવા નીરને કારણે અસંખ્ય માછલીઓ મોતને ભેટી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં મરેલી માછલીઓ નદીના પાણીમાં તરતી જોવા મળી હતી. જેની જાણ સિહોર મનપાને કરવામાં આવી હતી. તેમજ નવા નીર આવતા પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જતાં તેમજ હાલ પ્રજજનનો સમય હોય જેથી માછલીઓના મોટી સંખ્યામાં મોત થયાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.