ગુજરાતમાં પ્રથમ વખત 4G LTE ટેકનોલોજીનો ઉપયોગ રાજકોટના મલ્હાર મેળામાં કરાશે - રાજકોટ
રાજકોટ: શહેરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીના હસ્તે મલ્હાર મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા મલ્હાર મેળા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં યોજાયેલ લોકમેળામાં 44 જેટલી નાની મોટી રાઈડસ છે. જ્યારે રમકડાં, ખાણીપીણીના પણ વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મેળામાં દર વર્ષે લાખોની જનમેદની ઉમટે છે. જેને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DCP, ACP, PI, PSI સહિતના અંદાજીત 1500 જેટલા પોલીસ કર્મીઓ પણ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે પોલીસ પણ ગુનેગારોને પકડવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગુજરાતમાં પ્રથમ વખત 4G LTE ટેકનોલોજી જેનો ઉપયોગ રાજકોટ પોલીસ મેળામાં ગુનેગારોને પકડવા માટે કરવામાં આવશે. રાજકોટમાં યોજાયેલ મલ્હાર મેળો 22 ઓગષ્ટથી પાંચ દિવસ સુધી ચાલનાર છે.