ખેડાના મલાતજ ગામમાં સૂકાઘાસના ગોડાઉનમાં ભીષણ આગ - ગોડાઉનમાં અચાનક ભીષણ આગ
ખેડા : મહેમદાવાદ પાસેના મલાતજ ગામમાં આવેલા એક સૂકા ઘાસના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં સૂકા ઘાસનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાથી આગ વિકરાળ સ્વરૂપ લઈ બેકાબૂ બની હતી. જે ઘટના અંગે ફાયરને જાણ કરતાં નડિયાદ ફાયર બ્રિગેડની બે ટીમ ,મહેમદાવાદ ફાયર અને અમદાવાદ ફાયર બ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂકા ઘાસનો જથ્થો મોટા પ્રમાણમાં આગમાં ખાક થઈ ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.