ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરના વસઇ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર

By

Published : Dec 17, 2019, 1:44 PM IST

જામનગરઃ રાજ્યમાં આજથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં 33 આરોગ્ય કેન્દ્ર આવેલા છે. જેમાં 448 કર્મચારીઓ છે. જામનગર જિલ્લાના વસ્તી આરોગ્ય કેન્દ્ર અને નેશનલ કક્ષાનો એવોર્ડ થોડા સમય પહેલાં જ મળ્યો હતો. આજે વસઈ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે. અગાઉ પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માગણીઓ કરવામાં આવી હતી. જોકે આ માંગણીઓ ન સંતોષાતા આખરે આરોગ્ય કર્મચારીઓ હડતાલનું હથિયાર ઉગામ્યુ છે. રાજ્ય સરકાર સમક્ષ આરોગ્ય કર્મચારીઓએ પોતાની વિવિધ 13 જેટલી માગણીઓ મૂકી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા શહેરમાંથી એક પણ માગણીનો સ્વીકાર ન થતા આખરે આરોગ્ય કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. રાજ્યના કુલ 35 હજારથી પણ વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે.

ABOUT THE AUTHOR

...view details