પડતર માંગણીઓને લઈ રેવન્યુ કર્મચારીઓ માસ સી.એલ પર ઉતર્યા
અરવલ્લી: મોડાસા જિલ્લા સેવા સદન ખાતે કર્મચારીઓએ માંગણીઓ પૂર્ણ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા .છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઇને સમગ્ર રાજ્યમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ ફરી ઉગ્ર થયા છે. પોતાની વિવિધ 13 જેટલી પડતર માંગણીઓને લઈને આજે રાજ્યવ્યાપી માસ સી.એલ કાર્યક્રમ અંતર્ગત મહેસુલ વિભાગના કર્મચારીઓ પણ એક દિવસની સામુહિક રજા પર ઊતર્યાં હતા.કર્મચારીઓ એ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરી અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામાં આવશે .