ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાયમંડની માંગ વધુ રહેતા દિવાળી વેકેશન માત્ર પાંચ દિવસનું રહેશે - સુરત હીરા ઉદ્યોગ
સુરત : કોરોના વાઇરસની મહામારીના કારણે હજારો રત્નકલાકારો બેકાર બન્યા હતા. તેમજ ત્રણ મહિના જેટલો સમય હીરાઉદ્યોગ બંધ રહ્યો હતો. ત્યારે તમામ રત્નકલાકારો બેકારીના કારણે પોતાના માદરે વતન ચાલ્યા ગયા હતા. જોકે, ત્યારબાદ હીરાઉધોગ ફરીથી શરૂ થતાં તેઓ વતનથી સુરત આવી પહોંચ્યા હતા.હવે જ્યારે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે, ત્યારે દિવાળીના પાંચ દિવસ વેકેશન આપી ફરીથી હીરા ઉદ્યોગ ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે.