જૂનાગઢમાં આતશબાજી સાથે દિવાળીની કરાઈ ઉજવણી - junagadh news
જૂનાગઢઃ જિલ્લાભરમાં દિવાળીના પર્વની ઉજવણી ફટાકડાની આતશબાજીથી સાથે કરવામાં આવી હતી. શહેરના માંડવી ચોક વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત આતશબાજી થકી દિવાળીના તહેવારની ઉજવણી કરાઈ હતી. માંડવી ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં શહેરીજનો એકઠાં થયા હતા અને ફટાકડાની ભારે આતશબાજી સાથે દિવાળીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરી હતી. તે દરમિયાન કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. છતાં તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આતશબાજી દરમિયાન ખડે પગે જોવા મળ્યાં હતા.