વલસાડ રેલવે સ્ટેશન પર જૂનું ડીઝલ એન્જિન બન્યું સેલ્ફી પોઇન્ટ - engine
વલસાડ: વલસાડ રેલ્વે સ્ટેશન અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યું હતું. હાલ આ જૂના બાંધકામનું કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વિના રીનોવેશન કરવામાં આવ્યું હતું. જેથી રેલવે સ્ટેશનનો જૂનો લુક જળવાઇ રહ્યો છે. રીનોવેશન બાદ સ્ટેશનની બહાર સેલ્ફી પોઇન્ટ બનાવાયો છે. આ પોઈન્ટ પર એક જૂનું ડીઝલ એન્જિન પણ મુકવામાં આવ્યું છે. જે આવતા-જતા મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.