જૂનાગઢઃ દામોદર કુંડમાં ભાવિકોએ લગાવી આસ્થાની ડૂબકી, જાણો કારણ... - દામોદર કુંડ
જૂનાગઢ: આજે સોમવારે સોમવતી અમાસની સાથે સૂર્યગ્રહણ છે. આ સાથે જ ધનારક કમુરતાં પણ આજે સોમવારથી શરૂ થાય છે, ત્યારે સોમવતી અમાસ અને ગ્રહણના સંયોગે સોમવારે ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવી ભક્તોએ સોમવતી અમાસની સાથે સૂર્યગ્રહણની જે પ્રતિકૂળ અસરો છે તેનાથી મુક્તિ મળે તે માટે આસ્થાની ડૂબકી લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળવાનું નથી, પરંતુ આપણી ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ બાદ સુતકથી બચવા માટે પવિત્ર નદીઓ અને કુંડમાં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ આંકવામાં આવ્યું છે. જેને લઇને દામોદર કુંડમાં આજે સોમવારે ભાવી ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.