દશેરામાં મંદીનો માર, ફાફડા-જલેબીના પ્રિ-ઓર્ડરમાં થયો ઘટાડો
અમદાવાદ: દશેરાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. એવામાં લાગી રહ્યું છે કે, મંદીની નજર દશેરાને પણ લાગી છે. કારણ કે, ગત વર્ષે જે અમદાવાદીઓ 10 લાખ કિલ્લો ફાફડા-જલેબી આરોગી ગયા હતા, તે જ અમદાવાદીઓએ 50 ટકા જ પ્રિ-ઓર્ડર આપ્યા છે. દુકાન માલિકે જણાવ્યું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 2-3 દિવસ અગાઉથી ફાફડા અને જલેબીની તૈયારી શરૂ કરીં દીધી હતી. પરંતુ ચાલુ વર્ષે કિંમતમાં વધારો નહીં કરવા છતાં લોકોએ ખરીદી કરવાનું ટાળ્યું છે.