કેશુભાઇ પટેલનું અવસાન : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
ભાવનગર : પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન બાબતે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલને સાચા ખેડૂત નેતા પણ ગણાવ્યા હતા. ખેડૂતો માટે હંમેશા તત્પર રહેતા કેશુભાઈ પટેલના અવસાન પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાથના કરી હતી.