મહીસાગરમાં ઈદની ઉજવણીના ભાગરૂપે દરગાહો તેમજ મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવ્યા
મહીસાગર: મહીસાગર જીલ્લામાં ઈદેમિલાદ પર્વને ધ્યાનમાં લઈને મુસ્લિમ સમાજમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. જેને લઈ ઠેર ઠેર ધજાપતાકા અને રોશનીથી પર્વને વધાવવા સૌ આતૂર બન્યા છે. ઈસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબના જન્મદિને મુસ્લિમ સમાજ ઈદે મિલાદ તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર, શહેરોમાં મિસ્જદો, મહોલ્લા, દુકાનો, ઘરો પર ઠેરઠેર રોશની અને ધજાપતાકા લહેરાતા જોવા મળી રહ્યા છે. ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પૈગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે દરગાહો તેમજ મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. વાયઝ શરીફનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ભવ્ય જુલુસ સાથે અન્ય કાર્યક્રમો યોજનાર છે.