મેઘ કહેર: અંકલેશ્વરના ભડકોદરા ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા, ધરતીપુત્રોના પાકને નુકસાન - heavy rain in bharuch
ભરૂચ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા આમલાખાડી ગાંડીતુર બની છે. જેના કારણે પાણી ભડકોદરા ગામની સીમમાં ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. કાપોદ્રા અને ભડકોદરા ગામની સીમમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે તુવેર, ચોરી અને પરવર સહિતના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. જે બાદ ધરતીપુત્રો પાઇમલ થઈ ગયા છે.