મોરબી જિલ્લાના 10 ડેમ થયા ઓવરફ્લો, મોરબીવાસીઓમાં હરખની લાગણી
મોરબી :જિલ્લામાં મેઘરાજાએ ભારે વરસાદ વર્સાવ્યો હતો. તો આ સાથે જ ઉપરવાસની સત્તત આવકને પગલે મોરબી જિલ્લાના 10 જળાશયો ભરાઇ ગયા છે. જેમાં 8 જળાશયો 100 ટકા જ્યારે બે જળાશયો 80 ટકાથી વધુ ભરાઈ ગયા છે.જેથી મોરબી જિલ્લામાં પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે.મોરબી જિલ્લાના ડેમોની વાત કરીએ તો મચ્છુ 1 અને મચ્છુ 2 ડેમ ઉપરાંત ડેમી ૧ અને ૨ ડેમ તેમજ ઘોડાધ્રોઈ અને બંગાવડી ડેમ તથા મચ્છુ 3 અને ડેમી 3 એમ આઠ ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમ ત્યારે બ્રાહ્મણી 2 ડેમ 88 ટકા જેટલો ભરાઇ ગયો છે.