મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોરોનાનો પ્રવેશ, દસ્તાવેજ કામગીરી બંધ થતા રોષ - દસ્તાવેજ કામગીરી
મોરબીઃ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીના 2 કર્મચારી કોરોના સંક્રમિત થતા હાહાકાર મચ્યો હતો. જે કારણે હાલ દસ્તાવેજ કામગીરી બંધ રાખવામાં આવી હતી. જે કારણે રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોમાં રોષ જોવા મળે છે. કચેરીમાં કામકાજ બંધ રહેવા અંગે કોઈ સૂચના આપવામાં આવી ન હતી, જેથી રાબેતા મુજબ રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો દસ્તાવેજ સંબંધિત કામ માટે પહોંચ્યા હતા, પરંતુ કામકાજ બંધ હોવાથી ધક્કો થયો હતો.