ભુજ: યુગાન્ડાથી પરત આવેલા યુવકને કોરોનાની શંકાના આધારે આઈસોલેશન વોર્ડમાં રખાયો - કોરોના વાયરસ
કચ્છઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં યુગાન્ડાથી પરત આવેલા યુવાનને ફ્લુ થયો હોઈ તેને કોરોના વાયરસની શંકાના આધારે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. શુક્રવારે પણ દુબઈથી પરત આવેલા એક દર્દીને શંકાસ્પદ સ્થિતિમાં ભુજ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. આ દરમિયાન આરોગ્ય વિભાગે જિલ્લાભરમાં જાગૃતિ ઝુંબેશ શરુ કરી છે.
Last Updated : Mar 14, 2020, 8:13 PM IST