ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોના વાઈરસ અને સાવચેતીઃ ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીએ જારી કર્યું બુલેટિન...

By

Published : Mar 24, 2020, 8:34 PM IST

Updated : Mar 24, 2020, 8:41 PM IST

ગીરસોમનાથઃ જિલ્લા વિકાસ અધિકારીએ કોરોનાની સાવચેતી પગલે જિલ્લાની વ્યવસ્થાની માહિતી આપી હતી. જિલ્લામાં 169 વિદેશથી પરત ફરેલા લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાના 8 લોકોનો કોરોન્ટાઇન પિરિયડ પૂરો થવા આવ્યો છે. જિલ્લામાં એકપણ કોરોના ચેપગ્રસ્ત દર્દી જોવા મળ્યો નથી. જેટલા પણ સેમ્પલ ટેસ્ટ માટે જામનગર મોકલાયા હતા, તે તમામ નેગેટિવ આવ્યા છે. જ્યારે જામનગર લેબોરેટરીમાં 1 સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દિવસમાં 3 વખત આ ક્વોરન્ટાઇન થયેલા લોકોની મુલાકાત લઈ રહ્યું છે. તેમજ ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળની સિવિલ હોસ્પિટલને કોરોના વાઈરસગ્રસ્ત લોકોના ઉપચાર માટે નક્કી કરવામાં આવી છે. 150 બેડની સુવિધા શરૂ છે. તેમજ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.
Last Updated : Mar 24, 2020, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details