વડોદરા કોર્પોરેશન સંચાલિત સ્પર્ધા મેયર દ્વારા ખુલ્લી મુકાઈ - vadodara news today
વડોદરાઃ ગણેશોત્સવના સમાપન બાદ હવે માં અંબાના નવલા નોરતાની ઉજવણી માટે વડોદરા વિશ્વ વિખ્યાત છે ત્યારે વડોદરા કોર્પોરેશન સંચાલિત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેને મેયર દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. વડોદરા કલાનગરી છે તો સાથે ઉત્સવપ્રિય નગરી બનશે. શહેરના નાગરિકો વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોની ખુબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવતા હોય છે, ત્યારે હવે આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થશે. તેની શરૂઆત વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. શહેરના અર્વાચીન ગરબાને આ પ્રકારની સ્પર્ધા કોર્પોરેશન છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહી છે. સુરસાગર સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, વડોદરાના ગરબા સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે ત્યારે અર્વાચીન ગરબાનું પણ ખુબ મહત્વ રહેલું છે ગરબાઓ માટે યોજાયેલી સ્પર્ધામાં 35થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે અને ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતાં અર્વાચીન ગરબા યોજવામાં આવ્યા હતા.