જામનગરમાં પ્રધાન હકૂભાએ રાઈડ્સમાં બેસી લોકમેળાનો કર્યો શુભારંભ
જામનગર: ભારતીય સંસ્કૃતિમાં મેળાનું આગવું મહત્વ છે. ખાસ કરીને ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનામાં 800થી વધુ નાના મોટા મેળા યોજાઈ છે. જામનગરમાં યોજાતો લોકમેળો હાલાર પંથકમાં પ્રખ્યાત છે. જામનગરમાં કુલ બે જગ્યાએ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. રંગમતી નદીના પટ અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં. જામનગરના શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો વધુ માત્રામાં મેળામાં આવે છે. જે મેળાને રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકૂભા જાડેજાએ ખુલ્લો મુક્યો હતો. તેમજ રાઈડ્સમાં બેસી મેળાની મજા પણ માણી હતી.