ઉમેદવારોની માગનો ઉકેલ આવશે, તટસ્થ તપાસ થશે: CM રૂપાણી - બિન સચિવાલય ક્લાર્ક
ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા છે. જેને લઇને મુખ્યપ્રધાને નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે અને SITની રચના કરવામાં આવશે. ઉપરાંત ઉમેદવારો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે. જેને લઈને સરકાર સમગ્ર ઘટના ઉપર નજર રાખી રહી છે. જેમાં રાજ્ય સરકાર કમિટીની રચના કરશે અને ટૂંક સમયમાં તે અંગે જાહેરાત કરશે.