ભરૂચ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં પલટા સાથે મેધરાજાની પધરામણી
ભરૂચઃ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસતા વાતારણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે પણ સમગ્ર દિવસ દરમિયાન સૂર્યનારાયણની હાજરી રહી હતી તો સાંજના સમયે પવનદેવની જુગલબંધી સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી. સુસવાટા ભેર પવનો સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નવરાત્રીના આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, ત્યારે વરસાદ વરસતા ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી હતી