તહેવારોને ધ્યાને રાખી વલસાડ શહેરના DJ સંચાલકો સાથે સીટી PIએ બેઠક યોજી
વલસાડ: શહેરના DJ સંચાલકો સાથે આજે રવિવારે વલસાડ સીટી પીઆઇ એચ.જે.ભટ્ટના અધ્યક્ષસ્થાને આવનાર ગણેશ ઉત્સવ અને મોહરમ પર્વમાં લાઉડ સ્પીકરો વગાડવાના નિયમો અને કાયદાનું પાલન થાય તે માટે મીટીંગ યોજાઈ હતી. જેમાં ગણપતિ વિસર્જન માટેના ફાળવેલ રૂટ મુજબ અને ગણેશ મંડળો ને આઝાદ ચોકથી તમામ મંડળો આપવામાં આવેલ રૂટ નંબર મુજબ જ DJ વાહનોને પણ ત્યાંથી પસાર થવાના નિયમો જણાવાય હતા. સાથે બંદર રોડના સર્કલ પરથી DJને અલગ ફાળવેલ રૂટ પરથી પરત જવા સીટી પીઆઇએ જણાવ્યું હતું.