છોટાઉદેપુરમાં લોકોએ 9 કલાકે 9 મિનિટ ઘરની તમામ લાઈટો બંધ રાખી દીપ પ્રગટાવ્યા - ઘરની તમામ લાઈટો બંધ કરીને દીપ પ્રગટાવ્યા
છોટાઉદેપુરઃ શહેરના બજાર રોડ અને પુરોહિતવાળા તેમજ છોટાઉદેપુરના તમામ ફળિયામાં લોકોએ વડાપ્રધાનની અપીલને સાર્થક કરતા ઘરની તમામ લાઈટો બંધ કરીને દીપ પ્રગટાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, સમગ્ર દેશમાં રવિવારના રોજ 09 કલાકે તમામ લાઈટો બંધ કરતાની સાથેજ સતત 09 મિનિટ સુધી દેશ ભરમાં દીપ પ્રાગટ્યની સાથે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જેથી દેશ કોરોના સામેની લડાઈ લડવા તૈયાર છે, તેવું કહી શકાય છે.