પાટણમાં ચેટી ચાંદ પર્વ નિમિત્તે સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રા - PTN
પાટણઃ શનિવારે ચેટી ચાંદ પર્વ નિમિત્તે સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શહેરમાં આવેલ ચાચરીયા વિસ્તાર સ્થિત ઝૂલેલાલ મંદિર ખાતેથી આયો લાલ ઝૂલેલાલના નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવા માં આવ્યું હતું. શોભાયાત્રા શહેરની મુખ્ય બજાર તેમજ જાહેર માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહ અને માંગ સાથે જોડાયા હતા.