ચેતેશ્વર પૂજારાએ કોરોના વોરિયર્સનો માન્યો આભાર - ક્રિકેટર
રાજકોટ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને સૌરાષ્ટ્રના રન મશીન તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ કેવી રીતે કિક્રેટમાં અભ્યાસ અને સતર્કતા સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સામનો કરી રહ્યા છે, ત્યારે હાલ કોરોના વાઇરસની મહામારીમાં તેમને લોકોને સજાગ રહેવાની સાથે સરકાર દ્વારા સૂચવવામાં આવેલી તમામ વસ્તુનું પાલન કરવાની લોકોને અપીલ કરી છે. આ સાથે જ પૂજારાએ હાલ કોરોના વાઇરસની મહામારીની સામે લડી રહેલા પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, સફાઈ કર્મીઓ સહિતના કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો અને લોકોને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી હતી.