કપરાડામાં આદિવાસી દિવસની ઉજવણી, રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલ રહ્યાં હાજર - gujarati news
વલસાડ: સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે વલસાડમાં કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે આવેલી એન.આર.રાઉત હાઇસ્કુલમાં આદિવાસી કાર્યક્રમનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. વિચરતી અને વિમુક્ત જાતિના ચેરમેન લક્ષ્મણભાઇ પટણી દ્વારા આદિવાસી સમાજના લોકોને પોતાની સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સ્પર્ધકો તેમજ સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને પ્રધાન હસ્તે મળતા લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.