પાટણમાં કોંગ્રેસના 135માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી - પાટણ ન્યૂઝ
પાટણઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 135માં સ્થાપના દિવસની કોંગ્રેસ કાર્યકરો દ્વારા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે, જિલ્લા મથક પાટણના કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરી દેશ દૂલારા તિરંગાને સલામી આપી ત્યાર બાદ શહેરના બગવાડા ચોક ખાતે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેની સાથે સાથે ભારતનું બંધારણ બચાવવા માટે દરેક કોંગ્રેસી આગેવાનોએ સંકલ્પ લીધા હતાં.