અંબાજીમાં નવા વર્ષની ઉજવણી કેક કાપીને કરાઇ
અંબાજી : વર્ષ 2019 એ ઉમળકાભેર વિદાય લીધી છે અને વર્ષ 2020નું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. જેને લઈ યાત્રાધામ અંબાજીમાં પણ સૌપ્રથમ વખત વર્ષ 2019ને વિદાય આપવાને 2020નું સ્વાગત કરવા રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રસિકોએ ડાન્સ પાર્ટી યોજીને વર્ષની અંતિમ રાત્રીને સેલિબ્રેટ કરી હતી. રાત્રીના 12 કલાકે 2019 વિદાયની કેક કાપી નવા વર્ષ 2020ને ભવ્ય આતશબાજી કરીને વધાવ્યો હતો. એટલું જ નહીં યુવાનો એ નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી